આજ રોજ અમારી શાળામાં ગરબા કાર્યક્રમ યોજવામાં આવ્યો
નવરાત્રી ના પાવન તહેવાર પર આજ રોજ બાયડ તાલુકા ની વાત્રક્ગઢ ગામ શાળામાં ગરબા હરીફાઈરાખવાનામાં આવી . જેમાં સર્વે બાળકો ખુબજ સુંદર રીતે તૈયાર થઇ ને આવ્યા હતા . બપોર ના સમય બાદ અમે સહુ શાળા ના મેદાનમાં એકઠા થઇ અમારી શાળાના બેન શ્રી ની કાર નું મ્યુજીક પ્લયેર ઓન કરી કાર ની ફરતે અમે સહુ ભેગા મળી ઢોલ ના ધબકારે માં અંબા ના રૂડા ગરબા રમવા લાગ્યા . બધા બાળકો ખુબજ ઉલ્લાસ ભેર ગરબા માં જોડાયા સાથે શિક્ષકો પણ સામેલ થયા ,આ જોઈ બાળકો વધુ આનંદિત થઇ ને ઝૂમવા લાગ્યા .આજે અમોને બાળકો પાસેથી ગામઠી ગરબા શીખવા મળ્યા જયારે બાળકો ને પણ અમારા શહેરી ગરબા જોવાનો મોકો મળ્યો . ........ચાલો પેલા વાત્રક્ગઢ ના ગરબા રમવા જઈયે .