Sunday, June 9, 2013

બાયડ બ્લોક ક્ક્ષાએ યોજાએલ શિક્ષક સેવાકાલીન તાલીમ........

બાયડ બ્લોક ક્ક્ષાએ  યોજાએલ શિક્ષક સેવાકાલીન તાલીમ.

        બાયડ તાલુકા કક્ષાએ તારીખ પાંચ થી આઠ દરમીયાન શિ ક્ષક સેવાકાલીન તાલીમ યોજાઇ ગઇ. જેમાં આશરે 1100 જેટલા શિક્ષકોએ હાજરી આપી હતી,અને એસ.સી.ઈ.,ઈનોવેટીવ કાર્યક્રમ, એસ.એસ.એ. ના વિષયો, આર.ટી.ઈ, ડિજાસ્ટર મેનેજમેંટ તથા વિષયવસ્તુ ને લગતી તાલીમ આપવામાં આવી.તાલીમ દરમીયાન જિલ્લા લેવલેથી ઈડર ડાયટ ના પટેલ દિનેશભાઈ અને રાજ્યકક્ષાએથી રાજેન્દ્ર રાવલ સાહેબ શ્રી પધારેલ હતા જેઓએ મોનીટરિંગ વખતે ખુબજ સંતોષ વ્યક્ત કરેલ હતો.તમામ શિક્ષક મિત્રોએ ઉત્સાહ્ભેર તાલીમમાં ભાગ લઈ અવ-નવી ચીજો શિખવાનો આનંદ પ્રાપ્ત કરેલ. ડિજાસ્ટર મેનેજમેંટ ની તાલીમ તો લાઈવ ડેમો સાથે શ્રી બારોટ પંકજકુમાર દ્વારા આપવામાં આવેલ જે જોઇ પધારેલ અધિકારીશ્રીઓ ખુબજ  ખુશ થયેલ. પુરી શબ્જી ની લીજ્જત સાથે તાલીમ લેવાની ખૂબજ મજા પડી.
        સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન બાયડ બી.આર.સી. રમેશભાઈ પરમાર સાહેબશ્રી, તાલુકાના તમામ સી.આર.સી મીત્રો , તાલીમિ તજગ્ન મિત્રો અને સર્વે શિક્ષક મિત્રો ના અથાગ પ્રયત્નોને આભરી છે. તાલુકા પ્રા.શિ.સંઘ દ્વારા પણ શિક્ષક મિત્રોની સવલતોનું ધ્યાન રખાએલ હતું.
                                                                                                                            આભાર સહ.
                                                                                                                      બારોટ પંકજકુમાર.બી.
                                                                                                                 (ઉ.શિ.)વાત્રક્ગઢ્ગામ પ્રા,શાળા.
                                                                                                                 તાલુકો- બાયડ,,જીલ્લો -સા.કાં.


તાલીમ દરમીયાનની યાદગાર તસવીરો....................



Wednesday, April 17, 2013

ધોરણ 8 ના બાળકોનો વિદાય સમારંભ

       
    આજ રોજ અમારી શાળામાં ધોરણ 8 ના બાળકોનો વિદાય સમારંભ યોજવામાં આવ્યો. તેઓ સર્વેનું આગળનું ભાવિ શિક્ષણ ઉજ્વળ  બને તેવી માં સરસ્વતીને પ્રાર્થના. આજના પ્રસંગે શાળા વતિથી દરેક બાળકોને યાદગીરી રૂપે પેડ  અને પેન ભેટ આપવામાં આવ્યા.બાળકો આજે થોડા દુ:ખી હતા.તેમને મનમાં થાતું હશે શું હવેથી આપણે આપણી પ્રિય શા ળાએ નઈ ભણવાનું!!!!!
    
    અમારા તમામ બાળકો શિક્ષણમાં ખુબજ ઉંચુ સ્થાન પ્રાપ્ત કરે અને પોતનું તેમજ પોતના સમાજનું નામ રોશન કરે તેવી ભગવાનને પ્રાર્થના સહ  સૌને ઘણી-ઘણી  શુભકામનાઓ સાથે દરેકને જય હિન્દ .











Friday, March 22, 2013

21 માર્ચ એટલે વિશ્વ વન દિવસ..............




21 માર્ચ એટલે વિશ્વ વન દિવસ, અને આ દિવસની ઉજવણી કરતાં દરેક દેશના નાગરીકોમાં આજે એક જ નાદ ગુંજી ઉઠી રહયો છે. વૃક્ષ વાવો વરસાદ લાવો, વૃક્ષ એ જીવન છે. વૃક્ષએ માત્ર માનવ જીવન નહિ પણ પરતું પૃથ્વીનાં તમામ જીવોનાં રક્ષણહાર છે. 

શરીરશાસ્ત્રીઓનાં મતાનુસાર ઓકસીજન જીવનનો સ્તોત્ર છે. અને જો આની ઉણપ થશે તો અનેક પ્રકારનાં માનસિક રોગો પણ ઉભા થશે અને જો ખરી રીતે વિચારીએ તો આની શરૂઆત પણ થઇ ચૂકી છે. અને તેના પરિણામે મન:સ્થિતિ ઉત્તેજીત અને આવેશગ્રસ્ત રહે છે. સાથે વૈજ્ઞાનિકોઓએ ચેતવણી પણ આપી છે કે જો વૃક્ષ નહિ રહે તો મનુષ્યને પણ રેહવાનું મુશ્કેલ છે. અને આજે વિશ્વભરમાં ઋતુઓની અનિયમિતતા તેનું જ પરિણામ છે.

આજે ઑકસિજનની કમી અને કાર્બનડાયોકસાઇડ પ્રમાણમાં સતત વધારાએ વિશ્વની સૌથી મોટી ગલોબલ વોર્મિગંને સમસ્યા પાછળ વૃક્ષનાં થતાં ઘટાડાને માનવામાં આવે છે. એક સર્વે મુજબ છેલ્લા  60 વર્ષોમાં કાર્બનડાયોકસાઇડનું પ્રમાણ 0.030 થી વધીને 0.040% થઇ ગયું છે. તેથી આ વાતાવરણમાં થતા અસતુંલનને સરભર કરવા વૃક્ષોનું વાવેતર આવશ્યક થઇ ગયું છે.

વૃક્ષોથી થતા ફાયદાઓ....  

વાતાવરણમાં ઑકસિજન વાયુંનાં પ્રમાણમાં વધારો કરી વાતાવરણને શુધ્ધ રાખે છે. વરસાદ લાવવામાં મદદરૂપ બને છે. જમીનનાં ધોવાણને અટકાવી જમીનને ફળદ્રુપ રાખે છે. પ્રદૂષણમાં થતા કાર્બન ડાયોકસાઇડને ગ્રહણ કરી રોગોના ફેલાવાને અટકાવે છે. અનેક ઔષઘીઓમાટે ઉપયોગી બને છે

Friday, March 15, 2013

8th international women's day in my school Vatrakgadh Gaam

8th International Women's day in my school

શ્રીખંડ પૂરી ની લિજ્જત્ત સાથે ઉજવાયેલ ઈંટરનેશનલ વૂમન ડે