21 માર્ચ એટલે વિશ્વ વન દિવસ, અને આ દિવસની ઉજવણી કરતાં દરેક દેશના નાગરીકોમાં આજે એક જ નાદ ગુંજી ઉઠી રહયો છે. વૃક્ષ વાવો વરસાદ લાવો, વૃક્ષ એ જીવન છે. વૃક્ષએ માત્ર માનવ જીવન નહિ પણ પરતું પૃથ્વીનાં તમામ જીવોનાં રક્ષણહાર છે.
શરીરશાસ્ત્રીઓનાં મતાનુસાર ઓકસીજન જીવનનો સ્તોત્ર છે. અને જો આની ઉણપ થશે તો અનેક પ્રકારનાં માનસિક રોગો પણ ઉભા થશે અને જો ખરી રીતે વિચારીએ તો આની શરૂઆત પણ થઇ ચૂકી છે. અને તેના પરિણામે મન:સ્થિતિ ઉત્તેજીત અને આવેશગ્રસ્ત રહે છે. સાથે વૈજ્ઞાનિકોઓએ ચેતવણી પણ આપી છે કે જો વૃક્ષ નહિ રહે તો મનુષ્યને પણ રેહવાનું મુશ્કેલ છે. અને આજે વિશ્વભરમાં ઋતુઓની અનિયમિતતા તેનું જ પરિણામ છે.
આજે ઑકસિજનની કમી અને કાર્બનડાયોકસાઇડ પ્રમાણમાં સતત વધારાએ વિશ્વની સૌથી મોટી ગલોબલ વોર્મિગંને સમસ્યા પાછળ વૃક્ષનાં થતાં ઘટાડાને માનવામાં આવે છે. એક સર્વે મુજબ છેલ્લા 60 વર્ષોમાં કાર્બનડાયોકસાઇડનું પ્રમાણ 0.030 થી વધીને 0.040% થઇ ગયું છે. તેથી આ વાતાવરણમાં થતા અસતુંલનને સરભર કરવા વૃક્ષોનું વાવેતર આવશ્યક થઇ ગયું છે.
વૃક્ષોથી થતા ફાયદાઓ....
વાતાવરણમાં ઑકસિજન વાયુંનાં પ્રમાણમાં વધારો કરી વાતાવરણને શુધ્ધ રાખે છે. વરસાદ લાવવામાં મદદરૂપ બને છે. જમીનનાં ધોવાણને અટકાવી જમીનને ફળદ્રુપ રાખે છે. પ્રદૂષણમાં થતા કાર્બન ડાયોકસાઇડને ગ્રહણ કરી રોગોના ફેલાવાને અટકાવે છે. અનેક ઔષઘીઓમાટે ઉપયોગી બને છે
































