બાયડ બ્લોક ક્ક્ષાએ યોજાએલ શિક્ષક સેવાકાલીન તાલીમ.
બાયડ તાલુકા કક્ષાએ તારીખ પાંચ થી આઠ દરમીયાન શિ
ક્ષક સેવાકાલીન તાલીમ યોજાઇ ગઇ. જેમાં આશરે 1100 જેટલા શિક્ષકોએ હાજરી આપી હતી,અને એસ.સી.ઈ.,ઈનોવેટીવ કાર્યક્રમ, એસ.એસ.એ. ના વિષયો, આર.ટી.ઈ, ડિજાસ્ટર મેનેજમેંટ તથા વિષયવસ્તુ ને લગતી તાલીમ આપવામાં આવી.તાલીમ દરમીયાન જિલ્લા લેવલેથી ઈડર ડાયટ ના પટેલ દિનેશભાઈ અને રાજ્યકક્ષાએથી રાજેન્દ્ર રાવલ સાહેબ શ્રી પધારેલ હતા જેઓએ મોનીટરિંગ વખતે ખુબજ સંતોષ વ્યક્ત કરેલ હતો.તમામ શિક્ષક મિત્રોએ ઉત્સાહ્ભેર તાલીમમાં ભાગ લઈ અવ-નવી ચીજો શિખવાનો આનંદ પ્રાપ્ત કરેલ. ડિજાસ્ટર મેનેજમેંટ ની તાલીમ તો લાઈવ ડેમો સાથે શ્રી બારોટ પંકજકુમાર દ્વારા આપવામાં આવેલ જે જોઇ પધારેલ અધિકારીશ્રીઓ ખુબજ ખુશ થયેલ. પુરી શબ્જી ની લીજ્જત સાથે તાલીમ લેવાની ખૂબજ મજા પડી.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન બાયડ બી.આર.સી. રમેશભાઈ પરમાર સાહેબશ્રી, તાલુકાના તમામ સી.આર.સી મીત્રો , તાલીમિ તજગ્ન મિત્રો અને સર્વે શિક્ષક મિત્રો ના અથાગ પ્રયત્નોને આભરી છે.
તાલુકા પ્રા.શિ.સંઘ દ્વારા પણ શિક્ષક મિત્રોની સવલતોનું ધ્યાન રખાએલ હતું.
આભાર સહ.
બારોટ પંકજકુમાર.બી.
(ઉ.શિ.)વાત્રક્ગઢ્ગામ પ્રા,શાળા.
તાલુકો- બાયડ,,જીલ્લો -સા.કાં.
તાલીમ દરમીયાનની યાદગાર તસવીરો....................

