Tuesday, July 19, 2016

ગૌરીવ્રત નિમિત્તે #‎GAINTS‬ ‪#‎GROUP‬ ‪#‎OF‬ ‪#‎BAYAD‬ ‪#‎SAHELI‬ ના સહયોગથી વાત્રકગઢગામ પ્રા.શા. ની બાલિકાઓને સૂકામેવા તથા બિસ્કીટ વિતરણ ....

#‎GAINTS‬ ‪#‎GROUP‬ ‪#‎OF‬ ‪#‎BAYAD‬ ‪#‎SAHELI‬ ના સહયોગથી આજ રોજ તારીખ - ૧૮/૭/૧૬ સોમવારના દિને બાયડ તાલુકાની વાત્રકગઢગામ પ્રા.શા. ખાતે ગૌરીવ્રત નિમિત્તે બાલીકાઓને સૂકામેવા અને બિસ્કિટ વિતરણ કરવામાં આવ્યા. આ સમયે જાયન્ટસ સહેલી પ્રમુખ રૂપલબેન પટેલ , પાસ્ટ સહેલી પ્રમુખ ભારતીબેન સોની અને જાયન્ટસ પાસ્ટ પ્રમુખ ધર્મેશભાઈ સોની ( તા.પ્રા.શિ.સં. બાયડ સહમંત્રી ) એ બાળકોની સાથે હાજર રહી આનંદમયી - પ્રેમભર્યા અને ઉલ્લાસમય વાતાવરણમાં સમય વિતાવેલ હતો. સાથે સાથે મહેંદી હરિફાઈ , ચિત્ર સ્પર્ધા તેમજ વ્રુક્ષારોપણ જેવા કાર્યક્રમ પણ રાખવામાં આવેલ હતા. જેના માટેની જોઈતી તમામ સામગ્રી આ NGO પાસેથી અગાઉથી જ મળેલ હતી. છેલ્લે બાળકોને સારી મહેંદી અને સારા ચીત્રો દોરવા બદલ પ્રોત્સાહિત પણ કરવામાં આવેલ હતા. કાર્યક્રમની વચ્ચે અમારી શાળાના વિ.સ. બેનશ્રી મીરાબેન જહા દ્વારા બાળાઓને ગૌરીવ્રત અને જયા પાર્વતીના વ્રતનું મહત્વ સમજાયેલ હતું અને તેને કેમ અને કેવી રીતે કરવામાં આવે છે તે વિધી પણ બતાડેલ હતી. આ પ્રસંગે અમારા CRC સાહેબ શ્રી રાજુભાઈ અને વાત્રકગઢગામ શાળાના SMC પરિવારના સભ્યો પણ ઉપસ્થીત રહ્યા હતા જેઓએ પણ આ NGO ના કાર્યોને બિરદાવ્યા હતા. આવા ઉંડાણના વિસ્તારમાં આવી આ ગ્રુપે ખૂબજ મોટી સમાજ સેવાનું કાર્ય પુરૂ પાડેલ છે જેના માટે આજે અમે શાળા પરિવાર વતી આ સંસ્થાને અંત:કરણ પૂર્વકના રૂડા આશીર્વાદ પાઠવીએ છીએ. કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્યશ્રી ચંદ્રીકાબેન પટેલ અને શાળા સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી . આખાય સમગ્ર સમારોહનું સફળ અને સુંદર સંચાલન જાયન્ટસ પાસ્ટ પ્રમુખ ધર્મેશભાઈ સોનીના મિત્ર તેમજ કાર્યક્રમના કન્વિનરશ્રી અને શાળાના ઉપ શિક્ષકશ્રી બારોટ પંકજકુમારે કરેલ હતું.