Wednesday, January 18, 2017

વાત્રકગઢગામ પ્રા.શા.તા:બાયડ, જી: અરવલ્લી : ગુણોત્સવ ૭ ........

વાત્રકગઢગામ પ્રા.શા.તા:બાયડ, જી: અરવલ્લી : ગુણોત્સવ ૭ ........

ગુણોત્સવ ૭ ........

આજ રોજ બાયડ તાલુકાની વાત્રકગઢગામ પ્રા.શા. ખાતે ગુણોત્સવ - ૭ નું બાહ્ય મુલ્યાંકન માન. શ્રી પ્રજાપતી સાહેબ ( પ્રાંત અધિકારી શ્રી બાયડ ) દ્વારા કરવામાં આવ્યું હતું તેઓશ્રીની સાથે શ્રી હિતશભાઈ ચૌધરી સાહેબ  ( નાયબ મામલતદાર શ્રી - બાયડ ) અને સી.આર.સી. શ્રી રાજુભાઈ પટેલ સાહેબ પણ ઉપસ્થીત રહેલ હતા. સાહેબ શ્રી દ્વારા આખાય દિવસ દરમિયાન આપેલ ફોર્મેટ મુજબ ખૂબજ ઉંડાણ પૂર્વકની ચકાસણી કરવામાં આવી હતી. પોતાના કાર્ય કરતાં વખતે સાહેબને બાળકો સાથે સહજ મિત્ર ભાવે વર્તતા જોઈ એક પ્રેરણા આપતું દ્રશ્ય જોવા મળ્યું . પ્રાર્થના સંમેલન ટાણે તેમને ગમતા કાર્યક્રમને અંતે તેઓને તાળીઓ પાડતા જોઈ શિક્ષકો અને બાળકો પણ ધેલમાં આવી ગયેલ હતા. શાળનું કાર્ય જોઈ સાહેબશ્રી એ સર્વે શિક્ષકોને પ્રોત્સાહીત કરેલ હતા અને તાજેતરમાં જ NMMS ની પરિક્ષામાં રેંક મેળવનાર દિશિતા અને બાકી પાસ થનાર ત્રણ બાળાઓને સર્ટી આપી અભિનંદન પાઠવ્યા હતા. સાંજે એસ.એમ.સી. ના સભ્યો સાથે બેસી સાહેબશ્રી એ શાળા લક્ષી પ્રેરણાદાઈ વાતો કરી હતી. છેલ્લે તમામ સ્ટાફ સાથે બેસી જરુરી સૂચનો પણ આપેલ હતા અને બાળકોને આવી સુંદર શાળાનું વાતાવરણ પુરૂ પાડવા બદલ અભિનંદન પણ આપેલ હતા. શાળા સ્ટાફ આપ સાહેબે આપેલા તમામ સૂચનો નો ઝડપથી અચૂક અમલ કરશે એવી ખાતરી સાથે આપનો અંત:કરણ પૂર્વક આભાર માને છે.......