Sunday, September 6, 2020

શિક્ષક દિને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન......

5 મી સપ્ટેમ્બર એટલે ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન ના જન્મદિવસ ની યાદ માં ઉજવાતો શિક્ષક દિન. જે અરવલ્લી જિલ્લા શિક્ષણ તંત્રના સુંદર આયોજન હેઠળ સર્વોદય હાઇસ્કુલ મોડાસા ખાતે અરવલ્લી જિલ્લા શ્રેષ્ઠ શિક્ષકનો સન્માન સમારંભ યોજાયો. સમારંભના અધ્યક્ષ શ્રી માનનીય શ્રી ડી.ડી.પટેલ અધ્યક્ષશ્રી ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ ની હાજરી માં અતિથિ વિશેષશ્રી શ્રી અમૃતેશ ઔરંગાબાદકર IAS કલેકટરશ્રી અરવલ્લી અને શ્રી અનિલ ધામેલિયા IAS જિલ્લા વિકાસ અધિકારીશ્રી અરવલ્લીના હસ્તે મને  બાયડ તાલુકા ના શ્રેષ્ઠ શિક્ષકનું બહુમાન પ્રાપ્ત થયું તે બદલ હું ગૌરવ ની લાગણી અનુભવી રહ્યો છું. મારી અંદરના શિક્ષકત્વને જાણી  સિલેક્શન કમિટીએ મારી ઉપર વિશ્વાસ રાખી જે બહુમાન પ્રાપ્ત કરાવ્યું છે અને જે અપેક્ષાઓ મારી પાસે આપ વહીવટીતંત્રએ રાખેલ છે તે અપેક્ષાઓ ઉપર ખરો ઉતરવા હું સતત પ્રયત્નશીલ રહીશ. હું આભારી રહીશ સમારોહ ના નિમંત્રક શ્રીમતિ ગાયત્રીબેન પટેલ  જિલ્લા શિક્ષણાધિકારીશ્રી અરવલ્લી, શ્રીમતિ સ્મિતાબેન પટેલ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી અરવલ્લી અને શ્રી જશુભાઈ પટેલ ચેરમેનશ્રી જિલ્લા શિક્ષણ સમિતિ અરવલ્લી અને ધારાસભ્યશ્રી બાયડ કે જેઓશ્રીએ મને સમાજના સંસ્કાર અને આવિષ્કારના આધારસ્તંભ નો ભાગ ગણાવી ઉચ્ચ બહુમાન પ્રાપ્ત કરવાની તક આપી. 
                   આ તબક્કે હું મારા ઉત્તમ માર્ગદર્શક અને શિક્ષણના જીવ માન. નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી સમીર ભાઈ પટેલ સાહેબનો પણ આભાર વ્યક્ત કરીશ કે જેઓએ સઘળા કાર્યક્રમ નું સફળ અને સુંદર સંચાલન  કર્યું અને સાથે સાથે તેઓશ્રીના માઈક્રોપ્લાનિંગ હેઠળ  કોરોના મહામારી ના આવા કપરા સમયમાં એવી તમામ બાબતો પર જાગૃતતા જોવા મળી જેવી કે હાઈસ્કૂલમાં પ્રવેશતાની સાથે જ માસ્ક પહેર્યા છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવતી હતી. ન હોય તો ત્યાંજ નવો માસ્ક અપાતો તેમજ હાથ ને સેનેટાઈઝ કરવામાં આવતા હતા.  હૉલ મા પ્રવેશતા થર્મલ સ્કેન , ઓક્સિજન પલ્સ મીટર દ્વારા ચેક અપ અને ત્યાર બાદ  દરેક ને  સોશ્યલ ડિસ્ટન્સ જળવાય તેમ યોગ્ય અંતર પર ખુરશી ગોઠવેલ હતી ત્યાં પહેલેથી નક્કી કરેલ જગ્યા પર આમંત્રિત મહેમાનોને સ્થાન આપવામાં આવ્યું હતું. 
                   મારી શ્રેષ્ઠતાનું સન્માન કરવા બદલ અને આવા સુંદર મજાના આયોજન બદલ ફરી એકવાર જિલ્લા (શિક્ષણ) વહીવટીતંત્ર  અને આપની ટીમને હૃદયથી આભાર વ્યક્ત કરું છું. 🙏🙏🙏
                   દરેક સફળ વ્યક્તિ ની પાછળ કોઈને કોઈ રહેલું હોય છે તેમ મારી સફળતા પાછળ પણ મોટી હરોળ ઊભી રહેલી છે. જેમાં સૌથી પહેલાં એ તમામ મારી શાળાના ભૂલકાઓ કે જેમના આશિર્વાદ થકી મને આ બહુમાન મળ્યું. મારા ૨૦ વર્ષ ના શિક્ષક તરિકેના કાર્યકાળ દરમિયાન નોકરીમાં સાથે રહી મને હરહંમેશ મારા નિર્ણયોમાં સાથ આપી બળ પૂરું પાડનાર શાળા પરિવાર જેમાં આચાર્યશ્રી ચંદ્રીકાબેન પટેલ , રૂપેશભાઈ પટેલ, બલરામભાઈ ઝાલા , મીરાબેન જહા તેઓ સર્વે નો પણ અત્રે આભાર વ્યકત કરું છું. મારી શાળાના  મધ્યાહન સંચાલક બાબુલાલ ઝાલા તેમને પણ મને જરૂર જણાય ત્યાં મે મદદ માગી ત્યારે બધા કામ પડતાં મૂકી મદદ માટે તૈયારી બતાવી છે. વાત્રકગઢના ગ્રામજન ને પણ હું અત્રે યાદ કરું છું. વિસ - વિસ દિવસ ની અન્ય રાજ્યમાં અથવા  રાજ્ય ના દૂરના જિલ્લા મથકે તાલીમો લેવા જવાનું થતું ત્યારે મારા પર વિશ્વાસ મૂકી મને હિંમત પૂરી પાડી છે અને મારી ઇચ્છાઓ પૂરી કરવા સાથ આપ્યો છે તેવા મારા માતા- પિતા, પત્ની, નાની દીકરી પ્રિશા જેઓએ મારી ગેરહાજરીમાં મારા વિના ચલાવી લીધું છે તેવા પરીવારને  આ સ્થાને નમન કરું છું. મારી જુથ શાળાનો પોઝિટિવ પરીવાર , મારા અત્યાર સુધીના રહેલ crc સાહેબ માલસિંહ ભાઈ, રાજુભાઈ, બંને દિલીપભાઈ   તેમજ મારા તાલુકા ના બી આર સી ચિરાગભાઈ સાહેબ  જેઓએ મને યોગ્ય ગણી સારી તાલીમો લેવા જવાની તક આપી, સંજયભાઈ બારોટ, Mis મનોજભાઈ  મિશ્રા , મારા તાલુકા ના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ તરાર સાહેબ , તાલુકા શિક્ષણ શાખાની ટીમ  ઉમંગ પટેલ, પ્રતાપસિંહ રાઠોડ, રમેશભાઈ પટેલ , અને મારા  હૃદય નજીક ના શિક્ષક મિત્રો ( કમલમ ગ્રુપ ) આ તમામ નો આ તબક્કે આભાર માનું છું કે આપ સૌ ના પ્રેરકબળ થી હું આ સ્થાને પહોંચી શક્યો છું.🙏🙏🙏
            મિત્રો સૌથી અગત્યની વાત હું હવે કરવા જઈ રહ્યો છું. મને આજે જે પુરસ્કાર મળ્યો છે તેની સૈાથી વધુ ખુશી જો કોઇ ને થઈ હોત તો એ વ્યક્તિ છે મારો અને શરદ પટેલ નો પરમ મિત્ર સ્વ. મૌલિક પટેલ. અમારા ત્રણેય થી ત્રિકોણ રચાતો હતો. પણ કોણ જાણે કેમ ભગવાન ગાંડો બન્યો ને અમારા ત્રિકોણ ને તોડી પાડ્યો. કલ્પના પણ થતી નથી કે અમારો મિત્ર અમારી પાસે નથી રહ્યો. આજે એ હોત તો અચૂક આ સમારોહ માં અમે ત્રિકોણ રચીને સાથે જ બેઠા હોત અને અહીંયા મુકેલી તસવીરો માં આપ આજે જોઈ પણ શકતા હોત. મિત્ર મૌલિક ત્યાંથી પણ મને મળેલા સન્માન ની ખુશી મનાવતો હશે ને હજારો ને કહેતો જતો હશે કે જુઓ આ છે મારો મિત્ર.
           મને મળેલા આ પુરસ્કારને હું મારા સ્વ. મિત્ર મૌલિક ને અર્પણ કરું છું. આટલું લખતી વેળા ભીની આંખો સાથે મૌલિક તું બહુ યાદ આવે છે...😥🙏

Wednesday, January 31, 2018

વાત્રકગઢગામ પ્રા.શા.તા:બાયડ, જી: અરવલ્લી

વાત્રકગઢગામ પ્રા.શા.તા:બાયડ, જી: અરવલ્લી

SAVE TREE SAVE LIFE PUPPET SHOW BY PANKAJ BAROT VATRAKGADHGAM PRIMARY SCHOOL AND CHILDREN  ........ CLICK THIS BLUE LINK

                  ગુજકોસ્ટ પ્રેરિત વિજ્ઞાાન શિક્ષક તાલીમ આજ રોજ સર પી ટી સાયન્સ કોલેજ મોડાસા ખાતે જીલ્લા લોક વિજ્ઞાાન કેન્દ્ર અરાવલી દ્વારા આયોજિત કરવામાં આવી જેમાં મોડાસા અને ભિલોડા ના શિક્ષકો વિજ્ઞાાન પ્રત્યે વધુ રૂચિ કેળવે અને શિક્ષણ માં વધુ ને વધુ ઈનોંવેટિવ કાર્ય કરે તેવી ઇચ્છા ધરાવનાર શિક્ષણ ના જીવ સમા બંને પદાધિકારી એવા ડી પી ઈ ઓ અરાવલી માન. શ્રી એ કે પટેલ સાહેબ અને નાયબ ડી પી ઈ ઓ શ્રી સમીરભાઇ સાહેબ ના કહેવાથી બંને તાલુકા ના 50 જેટલા શિક્ષકો તાલિમ લેવા આવેલ હતા. તાલિમ ની શરૂઆત સાયન્સ કોલેજ ના પ્રાધ્યાપક શ્રી રાવલ સાહેબ ના લેક્ચર થી થઇ જેમાં ડિજિટલાઈજેશન નો શિક્ષણ માં કેમ ઉપયોગ કરવો તેની માહિતી અપાઈ ત્યાર બાદ વેકરીયા સાહેબ શ્રી એ આવતી કાલે થનાર ચંદ્રગ્રહણ અને બ્લ્યુ મૂન, રેડ મૂન, ફુલ મૂન, બ્લડ મૂન ની બહુજ સારી સમજ આપી અને છેલ્લે માન. સમીરભાઇ સાહેબ અને લોક વિજ્ઞાાન કેન્દ્ર ના ડાયરેક્ટર શ્રી બી એન ટી સાહેબ ના માધ્યમ થકી મને ત્રીજા લેક્ચરર તરીકે ( વાત્રકગઢ ગામ પ્રા. શા. શિક્ષક શ્રી પંકજ બારોટ) મારી અને મારા બાળકો ની પ્રતિભા બતાવવાનો મોકો મળ્યો જેમાં મે બાળકોની સાથે મળી શિક્ષણ માં પપેટ અને લાઈફ સ્કીલ એજયુકેશન ડ્રામા ના ઉપયોગ થકી બદલાવ કેમ લાવી શકાય તેની માહિતી તાલીમાર્થીઓ ને આપી જેનાં રીફ્લેક્શન પણ છેલ્લે લેવાયા જેમાં તાલીમાર્થી ના અદ્ભુત પ્રતિભાવ મળ્યાં. તાલિમ ના સમાપન સમારોહ માં સર પી ટી સાયન્સ કોલેજ ના આચાર્ય શ્રી અને આપણા માન. શ્રી ડી પી ઈ ઓ સાહેબ ને પણ સાંભળવાનો લ્હાવો મળ્યો. આજની તાલિમ ના આયોજક એવા લોક વિજ્ઞાાન કેન્દ્ર ના ડાયરેક્ટર શ્રી બી એન ટી સાહેબ ના ખુબ ખુબ આભારી રહીશું કે આવા સુંદર જાણવા લાયક વિષય પર તાલિમ નું આયોજન કર્યું.. હજુ આવનાર સમય માં જિલ્લા ના બાકીના તાલુકાના વિજ્ઞાાન શિક્ષક ને પણ આનો લાભ અપાશે..